કોરોના વાયરસ (Covid-19)ના કારણે સૌથી વધુ મોતના મામલાઓમાં ભારત (India)એ મેક્સિકો (Mexico)ને પાછળ છોડી દીધું છે અને ત્રીજા નંબર પર આવી ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 22 હજાર 408 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મામલામાં અમેરિકા (US) પહેલા નંબર પર છે. અહીં 5.92 લાખ અને બ્રાઝિલ (Brazil)માં 4.07 લાખ લોકોનાં મોત થયા છે. ચોથા નંબરે પહોંચેલા મેક્સિકોમાં અત્યાર સુધીમાં 2.17 લાખ દર્દીઓનાં મોત થયા છે.
4 મે મંગળવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,57,229 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,449 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,02,82,833 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 15,89,32,921લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.