દેશમાં કોરોના વાયરસનાં સંક્રમમના કેસની સ્પીડ ઓછી થઇ રહી છે. પરંતુ કેટલાક મામલામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ચિંતા વધારી રહ્યા છે. આ દરમિયાન આજે, એટલે મંગળવારે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં એટલે સોમવારે સવારે આઠ કલાકથી મંગળવારે સવારે આઠ કલાક દરમિયાન કોવિડ 19 સંક્રમણનાં 29,163 નવા મામલા સામે આવ્યા છે. આ દરમિયાન 40791 લોકો સાજા થયા છે અને 449 લોકોના મોત નીપજ્યા છે. આ સમયાવિધિમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 12077 ઓછા થયા છે.
ભારતમાં 125 દિવસ બાદ એટલે કે 15 જુલાઇ બાદ પહેલીવાર એક દિવસમાં કોરોનાના સંક્રમણનાં કેસની સંખ્યા ઘટીને 30 હજારની અંદર પહોંચી ગઇ છે. આ સાથે સતત ત્રણ દિવસથી કોરોનાના 500થી ઓછા કેસ આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 25, 944 ઘટી છે. હવે દેશમાં 4 લાખ 53 હજાર 449 એક્ટિવ કેસ રહ્યાં છે. આ મામલમાં ભારત એક ક્રમાંક ઘટીને 5માં નંબરે પહોંચી ગયું છે. હવે સૌથી વધુ એક્ટિવ કેસના મામલામાં બેલ્જિયમ ચોથા નંબરે છે.