ભારતમાં એક તરફ કોરોના રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે અને બીજી તરફ સંક્રમણે ફરી હાહાકાર મચાવી દીધો છે. કોરોના થી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 28 હજારને પાર થતાં છેલ્લા 3 મહિનાનો રેકોર્ડ તૂટી ગયો છે. આ ઉપરાંત બે મહિનામાં આજે સૌથી વધુ લોકો કોવિડ (Covid-19) સામે લડતાં મૃત્યુ પામ્યા છે. મહારાષ્ર્ામાં સ્થિતિ વધુ ચિંતાજનક બનતી જઈ રહી છે. અહીં 24 કલાકમાં 18 હજાર જેટલા કેસ નોંધાયા છે અને 87 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
ભારતમાં કુલ 3 કરોડ 50 લાખથી વધુ કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 28,903 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 188 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,14,38,734 થઈ ગઈ છે.