મંગળવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 28,204 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 373 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,19,98,158 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 51,45,00,268 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારના 24 કલાકમાં 54,91,647 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-19 મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 11 લાખ 80 હજાર 968 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 41,511 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.40 ટકા છે. હાલમાં 3,88,508 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,28,682 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.