ભારતમાં છેલ્લા થોડાક દિવસોમાં કોરોના સંક્રમણનું જોર ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં 27 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક પણ 250થી નીચે નોંધાયો છે. કેરળમાં (Kerala Corona Cases) 20 હજાર કેસ નોંધાવાના કારણે સંક્રમિતોનો આંક 27 હજારે પહોંચ્યો છે. ગુજરાતમાં (Covid Cases in Gujarat) કોરોનાની સ્થિતિ કાબૂમાં છે અને એક દિવસમાં 17 નવા કેસ નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગે સોમવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 27,254 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 219 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,32,64,175 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 74,38,37,643 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 53,38,945 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.