દેશમાં કોરોના વાયરસ સંક્રમણના ફેલાવા પર આંશિક કાબૂ મેળવાયો હોય તેવું સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડાઓ પરથી લાગી રહ્યું છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપીને સાજા થનારા લોકોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 27,071 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 336 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 98,84,100 થઈ ગઈ છે.
વિશેષમાં, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 93 લાખ 88 હજાર 159 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 30,695 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,52,586 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,43,355 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.