Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં ફરી એક વાર કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના કેસ ખૂબ ઝડપથી વધવા લાગ્યા છે. તાજા આંકડાઓ પર નજર કરીએ તો ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ કોરોના (COVID-19)ના ગ્રાફે ડરાવવાનું શરૂ કરી દીધું છે. ગત એક સપ્તાહમાં જે ઝડપથી કોરોનાના કેસ વધ્યા છે તેણે ડિસેમબર બાદના તમામ આંકડાઓને પાછળ છોડી દીધા છે. આ ઉપરાંત ગત સપ્તાહની તુલનામાં આ સપ્તાહે કોરોના કેસમાં 33 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને કારણે દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. વાયરસના કારણે મૃતકોની સંખ્યા 6 સપ્તાહમાં સૌથી વધુ 28 ટકા વધી છે.
દેશમાં કુલ 2.99 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,291 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 118 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,13,85,339 થઈ ગઈ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ