દેશમાં કોરોના સંક્રમણના રોજેરોજ જાહેર થતાં આંકડા રાહતના સમાચાર લઈને આવી રહ્યા છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 24,010 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 355 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 99,56,557 થઈ ગઈ છે.
દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 94 લાખ 89 હજાર 740 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 33,291 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,22,366 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,44,451 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે