સમગ્ર દેશવાસીઓ કોરોના વેક્સીનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ કોરોના સંક્રમણના 24 કલાકમાં નોંધાતા આંકડાઓ રાહતના સમાચાર આપી રહ્યા છે. સંક્રમિત થનારા લોકોની સંખ્યા 25 હજારથી નીચે નોંધાઈ રહ્યા છે. પરંતુ મૃત્યુઆંક 300થી ઉપર જ રહે છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 23,068 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 336 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,01,46,846 થઈ ગઈ છે.