દેશમાં કોરોના સંક્રમણનું જોર ઘટતું હોય એવું લાગી રહ્યું છે. હવે રોજેરોજ સામે આવતા સંક્રમિત દર્દીઓના આંકડા 25 હજારથી નીચે નોંધાઈ રહ્યા છે. બીજી તરફ કુલ સંક્રમિતોની સંખ્યા 1 કરોડની નજીક પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 22,890 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 338 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 99,79,447 થઈ ગઈ છે.