ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)એ ફરીથી માથું ઉંચક્યું છે. ગયા વર્ષે 25 ડિસેમ્બર બાદ આજે સૌથી વધુ સંક્રમિત કેસો (Covid-19 Cases) નોંધાયા છે, એટલે કે 76 દિવસ બાદ ફરીથી સંક્રમિતોનો આંક 22 હજારને પાર થઈ ગયો છે. કોવિડ-19 મહામારી (Pandemic)ની સૌથી ગંભીર અસર મહારાષ્ટ્ર (Maharashtra)માં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 14 હજારની આસપાસ કેસ નોંધાતા ચિંતા વધી ગઈ છે, આ ઉપરાંત એક્ટિવ કેસો (Corona Active Cases)ની સંખ્યા 4 મહિના બાદ ફરી એક લાખને પાર થઈ ગઈ છે. દેશના કુલ એક્ટિવ કેસોમાં 53 ટકા દર્દીઓ મહારાષ્ટ્રમાં છે.
ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 22,854 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 126 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,12,85,561 થઈ ગઈ છે.