ભારતમાં શીત લહેર ચાલી રહી છે જેની સાથોસાથ કોરોન ના સામે આવતા નવા કેસોમાં પણ ઘટાડો નોંધાતા આંશિક રાહત મળી રહી છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,550 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 286 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,02,44,853 થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 98 લાખ 34 હજાર 141 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 26,572 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,62,272 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,48,439 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.