સમગ્ર દેશ નવા વર્ષ 2021ને ઉમંગ અને ઉત્સાહથી આવકારી રહી છે. આ દરમિયાન કોરોના વાયરસના નવા કેસોની ઝડપ ધીમી પડતા લોકોને રાહત થઈ છે. આ ઉપરાંત દરરોજ થતાં મોતના મામલે ભારત હવે 12મા સ્થાને પહોંચી ગયો છે. આમ મૃત્યદર ઉપર પણ ઘણો કાબુ મેળવી દેવામાં આવ્યો છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,036 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 256 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,02,66,674 થઈ ગઈ છે.