ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાનનું પહેલું ચરણ હાલ ચાલી રહ્યું છે. બુધવાર સુધીમાં કુલ 29,28,053 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ ચિંતાની વાત એ છે કે કોરોના કેસોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે અને 24 કલાકમાં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા પણ વધી છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,855 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 163 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,07,20,048 થઈ ગઈ છે.