ભારતમાં કોરોનાનો કહેર ફરી વધી રહ્યો છે. એક તરફ કોવિડ વેક્સીનેશનનું બીજું ચરણ ચાલી રહ્યું છે તો બીજી તરફ સંક્રમિત લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક એક લાખ 57 હજારથી પણ વધી ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોમાં પણ વધારો નોંધાયો છે
દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,09,89,010 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,599 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 97 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,12,29,398 થઈ ગઈ છે.