દેશમાં આજે કોરોના વેક્સીનના બીજું ડ્રાય રન 700 જેટલા જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે કોરોનાના 24 કલાકના આંકડા થોડા રાહત આપનારા છે. પરંતુ ચિંતાની બાબત એ છે કે રોજ 200થી વધુ લોકો કોવિડ-19ની સામે જંગ હારી જાય છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,139 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 234 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,13,417 થઈ ગઈ છે.