ભારતમાં એક કોરોનાનું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને બીજી તરફ કોવિડ (Covid-19)ના કારણે મૃત્યુઆંક ઘટવાના કારણે આંશિક રાહતના સમાચાર મળી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 77 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો 10 મહિનામાં સૌથી ઓછો છે. 2 મે, 2020 બાદથી આજે સૌથી ઓછો મૃત્યુદર નોંધાયો છે. આ ઉપરાંત 13 દિવસ સતત સંક્રમણના આંકડા વધ્યા બાદ આજે સંક્રમિત લોકોનો આંક 16 હજારની નીચે નોંધાયો છે.
મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,388 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 77 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,12,44,786 થઈ ગઈ છે.