દેશમાં શનિવારથી કોરોના વેક્સીનેશનનું અભિયાન શરૂ થતાં કોવિડ-19 સામેની લડાઈ વધુ મજબૂત બની છે. બીજી તરફ સંક્રમિત થતા દર્દીઓની સંખ્યામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ઉપરાંત મૃત્યુદર પણ કાબૂમાં આવી રહ્યો છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,144 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 181 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,05,57,985 થઈ ગઈ છે.