ભારતમાં કુલ 10,43,534 લોકોને કોરોના વેક્સીનેશન કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. પરંતુ છેલ્લા થોડાક દિવસમાં કોરોના સંક્રમિતના કેસોમાં આંશિક વધારો પણ જોવા મળ્યો છે. પણ રાહતની વાત એ છે કે રિકવરી રેટ વધતાં મૃત્યુઆંક 200થી નીચે આવી ગયો છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,545 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 163 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,06,25,428 થઈ ગઈ છે.