ભારતમાં એક તરફ કોરોના વેક્સીન અભિયાન સક્રિયતાથી ચાલી રહ્યું છે તો બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસો પણ દોઢ લાખથી નીચે આવી ગયા છે. ચિંતાની વાત મૃત્યુઆંક છે કારણ કે છેલ્લા 24 કલાકમાં ફરી 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં તેની સાથે જ મૃત્યુઆંક 1.55 લાખથી પણ વધી ગયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 70,17,114 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,923 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 108 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,71,294 થઈ ગઈ છે.