ભારત કોરોના સામેની લડત વધુ મજબૂત થઈ રહી છે. એક તરફ કોરોના વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ કોવિડના સંક્રમણને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે. રાહતની વાત એ છે કે કોરોના મૃત્યુઆંકના મામલે ભારત હવે 21મા સ્થાને પહોંચી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં 14 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 10થી ઓછા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 5 રાજ્યમાં એક દિવસમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું.
ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન નું પહેલું ચરણ હાલ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 44,49,552 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,899 નવાપોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 107 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,07,90,183 થઈ ગઈ છે.