ભારતમાં કોરોના વેક્સીનેશનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ એક દિવસમાં નોંધાતા કોવિડ-19 સંક્રમિત કેસોમાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે, ઉપરાંત મૃત્યુઆંક પણ ઘટ્યો છે. તેની સાથોસાથ એક્ટિવ કેસોના મામલે ભારત હવે 13મા નંબર પર આવી ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,584 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 167 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,79,179 થઈ ગઈ છે.