ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાનનું બીજું ચરણ સોમવારથી શરૂ થઈ ગયું છે જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને 45 વર્ષથી ઉપરની ઉંમરના કોઈ ગંભીર રોગની પીડાતા લોકોને રસી આપવામાં આવી રહી છે. બીજી તરફ દેશમાં કોરોનાએ ફરી માથું ઉચકતા લોકોમાં ચિંતામાં વધારો થયો છે. તેની સાથે જ એક્ટિવ કેસો અને મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,48,54,136 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,286 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 91 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,11,24,527 થઈ ગઈ છે.