ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ગત વર્ષ 16 જૂન બાદ આજે 10 હજાર લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ ટેસ્ટિંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,064 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 137 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,05,81,837 થઈ ગઈ છે.