દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરની ગતિ હવે નબળી પડી હોય તેવું લાગે છે. કોરોનાનો ગ્રાફ ભલે નીચે આવી રહ્યો હોય પરંતુ ખતરો હજી પણ બાકી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 લાખ 20 હજાર 529 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, છેલ્લા એક દિવસમાં કોરોનાથી 3380 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2 કરોડ 86 લાખ 94 હજાર 879 થઈ ગઈ છે.
શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના 14,152 નવા કેસ નોંધાયા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 58,05,565 થઈ ગઈ. આ સિવાય વધુ 289 દર્દીઓનાં મોત સાથે, મૃતકોની સંખ્યા વધીને 98,771 થઈ ગઈ છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સતત પાંચમાં દિવસે ચેપના 20 હજારથી ઓછા કેસ નોંધાયા છે. વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં વધુ 20,852 દર્દીઓ ચેપ મુક્ત થયા પછી, સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 55,07,058 થઈ ગઈ છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1,96,894 છે.