કોરોના વાયરસની બીજી લહેર એ છેલ્લા બે મહિનાથી ભારતમાં હાહાકાર મચાવી દીધો છે. લાખો નવા કેસ અને હજારો મોતની વચ્ચે દેશનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું. પરંતુ હવે થોડા રાહતના સમાચાર આવી રહ્યા છે. તાજા આંકડા પર નજર કરીએ તો એવું લાગી રહ્યું છે કે કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. છેલ્લા 3 સપ્તાહથી સતત દરરોજ કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન 7 દિવસના સરેરાશ કેસનો અભ્યાસ કરીએ તો તે 50 ટકા સુધી ઘટી ગયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 30 મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,65,553 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,460 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,78,94,800 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 21,20,66,614 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.