દેશમાં કોરોનાનો કહેર ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ દેશમાં નવા કેસની નવી ઊંચાઈ બની રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,45,384 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 77,567 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાને કારણે 24 કલાકમાં કુલ 794 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતનો કુલ આંકડો 1,68,436 પર પહોંચ્યો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે.