દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે કે 54 દિવસ બાદ ભારતમાં કોરોના (Coronavirus in India)ના સૌથી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં સંક્રમિત થનારા લોકો અને મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત કોવિડ-19 એક્ટિવ કેસ (Covid-19 Active Cases) પણ 19 લાખથી નીચે છે. દેશમાં સંક્રમિત થનારા લોકોની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધતા એક્ટિવ કેસોમાં ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત દેશનો રિકવરી રેટ (Covid Recovery Rate) 92.1 ટકા પહોંચી ગયો છે.
મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,27,510 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 2,795 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,81,75,044 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 21,60,46,638 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.