કોરોના સંક્રમણનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. 62 દિવસ બાદ એક દિવસમાં નોંધાતા કોવિડ-19ના કેસોની સંખ્યા સૌથી ઓછી છે. આ ઉપરાંત મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ 45 દિવસ બાદ સૌથી ઓછી નોંધાઈ છે. 24 કલાકમાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 4 હજારથી ઓછી નોંધાઈ હોય એવો આ સળંગ 12મો દિવસ છે. આ ઉપરાંત 12 દિવસથી સતત બે લાખથી ઓછા કેસો નોંધાઈ રહ્યા છે. વિશેષમાં મહારાષ્ટ્રમાં 618, તમિલનાડુમાં 434 અને કર્ણાટકમાં 320 નવા કેસ નોંધાયા છે.
સપ્તાહના પહેલા દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,00,636 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 2427 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,89,09,975 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 23,13,22,417 લોકોને કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે.