બ્રિટનની એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલી કોરોના રસી કોવિશિલ્ડને ભારતમાં ઇમર્જન્સી ઉપયોગને મંજૂરીની સાથે જ દેશમાં કોરોનાના રસીકરણની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષ વર્ધને શનિવારે જણાવ્યું હતું કે, ભારતના કોરોના રસીકરણ કાર્યક્રમના પહેલા તબક્કામાં ૩ કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સને વિનામૂલ્યે કોરોનાની રસી મુકાશે. જેમાં એક કરોડ આરોગ્ય કર્મચારી અને પોલીસ, સુરક્ષા જવાનો, સફાઈ કર્મચારીઓ સહિતના બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સનો સમાવેશ થાય છે. જુલાઈ ૨૦૨૧માં બીજા તબક્કાનો પ્રારંભ કરાશે જેમાં ૨૭ કરોડ નાગરિકોને કોરોનાની રસી મુકાશે. આ માટેની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે. કોરોના વાઇરસની રસીને મંજૂરી આપતાં પહેલાં સરકાર કોઈ પ્રોટોકોલ સાથે સમાધાન નહીં કરે. હર્ષ વર્ધને કોરોનાની રસીઓની સુરક્ષા અને અસરકારકતા અંગેની અફવાઓથી ગેર માર્ગે નહીં દોરાવાની પણ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલિયોનું રસીકરણ શરૂ કરાયું ત્યારે પણ દેશમાં લોકો પોલિયોની રસી મુકાવવા તૈયાર નહોતા. પરંતુ પોલિયોની રસીની સફળતાને આપણે યાદ કરવી જોઈએ.