ભારતમાં કોરોના મહામારી સામે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં ૫૬ લાખથી વધુ લોકોને રસી અપાઈ ગઈ છે અને રસીના કારણે મોત અથવા રસી લીધા પછી આડ અસરના કોઈ ગંભીર કેસ સામે આવ્યા નથી તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું. મંત્રાલયે કહ્યું કે, કોરોનાને નાથવા માટે દેશમાં ચોતરફી લડાઈ ચાલી રહી છે. રસીકરણ અભિયાનની સાથે વ્યાપક પ્રમાણમાં કોરોનાના ટેસ્ટિંગની કામગીરી પણ ચાલી રહી છે, જેના ભાગરૃપે અત્યાર સુધીમાં ૨૦ કરોડથી વધુ લોકોના પરીક્ષણ થઈ ગયા છે. બીજીબાજુ ઉત્તર પ્રદેશમાં કોરોના રસીકરણનો પહેલો રાઉન્ડ પૂરો થતાં ૧૮૦૦થી વધુ લોકો લાપતા થઈ ગયા છે.