કોરોના વાયરસની રસીને લઈને ICMRએ કરેલા દાવા પર કેટલાક લંગઠો તેમજ વિપક્ષે પ્રશ્નો ઉઠાવતા, હવે વિજ્ઞાન મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે 2021 પહેલા દેશમાં કોરોના વાયરસની વેક્સીન આવે તેવી સંભાવના નથી જણાતી. જણાવી દઈએ કે, અગાઉ ICMRએ દાવો કર્યો હતો કે 15 ઓગસ્ટ સુધીમાં દેશમાં કોરોનાની રસી બજારમાં આવી શકે છે અને તેનો ઉપયોગ કરવાની શરૂઆત પણ થઈ શકે છે. જે તે સમયે પસંદગીની હોસ્પિટલ્સ અને સંસ્થાઓને ટ્રાયલ પ્રક્રિયા ઝડપી બનાવવા પણ નિર્દેશ આપ્યા હતા. આ મામલે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયે જણાવ્યું કે 140 વેક્સીનમાંથઈ 11 હ્યુમન ટ્રાયલ માટે તૈયાર છે પરંતુ આગામી વર્ષ સુધી મોટાપાયે તેનો ઉપયોગ થવાની સંભાવના ઘણી પાતળી લાગી રહી છે.