કોરોનાના કેસમાં દુનિયાભરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે તેને નાથવા માટે રસીઓને પણ ઝડપથી માન્યતા મળે તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. બ્રિટનમાં ફાઈઝર રસીને માન્યતા અપાઈ અને આગામી અઠવાડિયાથી રસીકરણ શરૂ થવાનું છે ત્યારે ભારતીયો માટે પણ આશા જાગી છે. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે, ભારતમાં પણ કેટલીક રસીઓનું પરીક્ષણ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીની શરૂઆતમાં ભારતમાં પણ કોરોનાની રસી આવી જશે. દેશને સ્વદેશી રસી માટે હવે વધારે રાહ જોવાની નહીં આવે.