કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) પાસે હજુ પણ કોરોના રસીના 12.37 કરોડથી વધુ નહિ વપરાયેલ ડોઝ ઉપલબ્ધ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 170.95 કરોડ (1,70,95,24,720) થી વધુ ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, “12.37 કરોડથી વધુ (12,37,14,841) બાકી અને બિનઉપયોગી કોવિડ રસીના ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.”
તમને જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વેક્સીનને સૌથી શક્તિશાળી હથિયાર તરીકે જોવામાં આવી રહી છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિક પર કોરોનાની રસી લેવા માટે ભાર આપી રહી છે. કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફત કોરોના રસી આપીને મદદ કરી રહી છે. કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી 75 ટકા રસીની ખરીદી અને સપ્લાય કરશે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફતમાં આપશે. દેશવ્યાપી કોરોના રસીકરણ 16 જાન્યુઆરી 2021 ના રોજ શરૂ થયું.