ભારતમાં આજથી 18+ ઉંમરના તમામ લોકોના કોરોના વેક્સીનેશન (Covid-19 Vaccination) રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે. પહેલી મેથી નવા નિયમોની સાથે 18 વર્ષની ઉંમરથી ઉપર તમામ લોકોનું (All Adults) વેક્સીનેશન શરૂ કરી દેવામાં આવશે. હવે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આરોગ્ય સેતુ એપ (Aarogya Setu App)ના માધ્યમથી પણ પૂરી કરી શકાશે. કોવિન એપ (Co-WIN App) અને આરોગ્ય સેતુ એપના માધ્યમથી કોઈ વ્યક્તિ પરિવારના ચાર સભ્યોનું કોરોના વેક્સીનેશન કરાવી શકે છે. મૂળે આ પ્લેટફોર્મ લોકોને નજીકના (સરકારી અને પ્રાઇવેટ) કોવિડ વેક્સીન સેન્ટર પર જવાની અનુમતિ પ્રદાન કરે છે. તેના માધ્યમથી વેક્સીનેશનનો સ્લોટ બુક કરાવી શકાય છે. નાગરિકોની પાસે વેક્સીનેશન સ્લોટ બદલવા કે પછી તેને કેન્સલ કરવાનો પણ વિકલ્પ ઉપલબ્ધ હોય છે.
કોવિન પોર્ટલ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?
કોવિન પોર્ટલ (www.cowin.gov.in) પર જાઓ. ત્યારબાદ તમારો 10 આંકડાવાળો મોબાઈલ નંબર નાખીને ઓટીપી દ્વારા વેરિફાય કરો. ઓટીપી સબમિટ કરતા જ નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારી પ્રાથમિક જાણકારી જેમ કે નામ, જન્મતિથિ,વગેરે ભરવાની રહેશે. ત્યારબાદ તમારી નજીકનું કોવિડ રસીકરણ સેન્ટર પસંદ કરો. સેન્ટર પસંદ કર્યા બાદ ટાઈમિંગ સ્લોટ પસંદ કરો. બધી વિગતો ચકાસીને કન્ફર્મ કરો. તમારું સફળતાથી રજિસ્ટ્રેશન પૂરું થશે.