પૂણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટમાંથી નીકળેલી વેક્સીન આખરે અમદાવાદ પહોંચી ગઈ છે. ગુજરાતના ફાળવવામાં આવેલો જથ્થો પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો છે. જ્યાં ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વેક્સીનને વેલકમ કરવા પહોંચ્યા હતા. કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સીનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ હતી. તો સાથે જ સાકરનો પ્રસાદ પણ ધરાવાયો હતો. તો ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે બધુ શુભ શુભ થઈ જાય, લોકોને આ સંકટમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરીને વેક્સીન (corona vaccine) ને સ્ટોરેજ સેન્ટર તરફ રવાના કરાઈ હતી. વેક્સીનના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ૉ