Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત 2021ના કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કોરોનાની વેક્સિન બનાવી લેશે અને પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (SII) પહેલી રસી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા વોલ્યુમની રીતે વિશ્વમાં સૌથી મોટું રસી ઉત્પાદક છે, વોલસ્ટ્રીટની ટોચની રિસર્ચ એન્ડ બ્રોકરેજ ફર્મ બર્નસ્ટેઇન રિસર્ચના અહેવાલમાં આ વાત જણાવાઈ હતી.

બર્ન્સ્ટેઇને તેના અહેવાલમાં જણાવ્યું હતું કે વિશ્વસ્તરે જોઈએ તો કેલેન્ડર 2020ના અંત સુધીમાં અથવા તો 2021ના પ્રારંભમાં કમસેકમ ચાર જણા એવા છે જે રસી બનાવવાની તૈયારીમાં છે. ભારત સાથેની ભાગીદારીમાં એઝેડ/ઓક્સફર્ડ વાઇરલ વેક્ટર વેક્સિન અને નોવાવેક્સ પ્રોટિન સબ-યુનિટ વેક્સિન છે, જેમા એઝેડ/ઓક્સફર્ડ વેક્સિન એક ક્વાર્ટર આગળ છે.

એસઆઇઆઇની રસીના કોમર્સિયલાઇઝેશનનો આધાર એક કે બે પાર્ટનર વેક્સિન કેન્ડિડેટને મળતી મંજૂરીના ટાઇમિંગ, ક્ષમતા અને પ્રાઇસિંગ સાથે છે. પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલમાં બંનેએ સલામતીના ધારાધોરણો અને ઇમ્યુનિટી પ્રતિસાદ બંને મોરચે સારા પરિણામ આપ્યા છે. હવે જે રીતે તેઓ આગળ વધી રહ્યા છે તે જોતા અહેવાલ નિર્દેશ કરે છે કે બંને વેક્સિન કેન્ડિડેટ આગામી 21થી 28 દિવસમાં બે ડોઝનું સંચાલન કરી શકે.

વેક્સિનનો કન્ઝ્યુમર પ્રાઇસ પ્રતિ ડોઝ છ ડોલર

એસઆઇઆઇએ જાહેરાત કરી છે કે ગવી પ્રતિ ડોઝ 3 ડોલરમાં રસી ખરીદશે. બર્નસ્ટેઇનના અહેવાલે તેને બેન્ચમાર્ક પ્રાઇસ ગણ્યો છે અને કન્ઝ્યુમર પ્રાઇસ પ્રતિ ડોઝ છ ડોલર અંદાજ્યો છે.

એસઆઇઆઇ સિવાય ત્રણ ભારતીય ફાર્મા કંપનીઓ જેવી કે ઝાયડસ, ભારત બાયોટેક અને બાયોલોજિકલ ઇ પણ પોતાની રસી પર કામ કરી રહી છે અને તે હાલમાં પ્રથમ અને બીજા ટ્રાયલમાં છે.

SII અબજ ડોઝ સાથે વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક

એસઆઇઆઇ, ભારત બાયોટેક, બાયોલોજિકલ ઇ અને ખાનગી ક્ષેત્રની કેટલીક નાની કંપનીઓ સાથે ભારત દર વર્ષે રસીના 2.3 અબજ ડોઝનું ઉત્પાદન કરે છે. એસઆઇઆઇ પોતે જ 1.5 અબજ ડોઝની ક્ષમતા સાથે વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક છે. વિશ્વના દર ત્રણમાંથી બે બાળકને એસઆઇઆઇ દ્વારા ઉત્પાદિત રસી આપવામાં આવે છે.

ઓગસ્ટના પ્રારંભમાં એસઆઇઆઇએ ગવી સાથે ભાગીદારી કરી. આ વેક્સિન એલાયન્સ અને બિલ તથા મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ભારતમાં અને નીચી તથા મધ્યમ આવક ધરાવતા દેશો માટે કોરોનાની રસીના દસ કરોડ ડોઝના ઉત્પાદન અને ડિલિવરીને વેગ આપશે. ભારતમાં રસીનું બજાર 2021-22માં છ અબજ ડોલરનું અંદાજાયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ