આર્સેટિયા, તા. ૧૯
અમેરિકામાં કોરોનાનો કહેર શાંત પડ્યો છે. અમેરિકામાં હવે જેમનું રસીકરણ થઇ ગયું હોય તેમને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. દરમિયાન અમેરિકામાં વસતાં ભારતીયો દ્વારા પણ વિવિધ શિબિરો યોજીને લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવી રહી છે. આર્સેટિયા ખાતે વિવિધ ચાર સંસ્થાઅો દ્વારા રસીકરણ શિબિર યોજાઇ હતી. જેમાં ૨૫૦૦થી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. ભારતીયોની સંસ્થાઅો દ્વારા અત્યાર સુધીમાં ૧૦ શિબિરો યોજાઇ છે જેમાં ૨૧,૦૦૦ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
અમેરિકામાં કોરોનાને કહેર શાંત થઇ ચૂક્યો છે. જનજીવન ધબકતું થયું છે. અમેરિકન સરકાર દ્વારા લોકોને રસી આપવાનું જારી છે. સરકારના આ રસીકરણની સાથે વિવિધ સંસ્થાઅો પણ રસીકરણ કરે છે. અમેરિકામાં વસતાં ભારતીયો પોતાની કર્મભૂમિ ખાતે પણ સેવાકીય કાર્યો કરીને માનવતાïના યજ્ઞમાં આહૂતિ આપી રહ્ના છે. આર્સેટિયા ખાતે કાર્યરત ૪ સંસ્થાઅો લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી, વી.ઍમ. ફાર્માસી તથા આર્સેટિયા ચેમ્બર અોફ કોમર્સïના ઉપક્રમે રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્સેટિયાïના લાï હબ્રા કોમ્યુનિટી સેન્ટરï ખાતે યોજાયેલી શિબિરમાં ૨૫૦૦ લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવી હતી. રસીકરણ કાર્યક્રમમાં લા હબ્રાના કાઉન્સિલ મેમ્બર મેયર ટીમ શોï, જેમ્સ ગોમેઝ, પ્લેસેન્ટિયાના કાઉન્સિલ મેન અને મેયર ચેડ પી. વંકે તથા ઍબીસી યુનીફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ મેમ્બરો હાજર રહ્ના હતા.
રસીકરણ શિબિરમાં ઉપસ્થિત રહેલાં લાï હબ્રાના કાઉન્સિલર ટીમ શોઍ ભારતીયોની સંસ્થાઅો દ્વારા યોજવામાં આવેલ રસીકરણ અભિયાનને બિરદાવ્યું હતું. ઍમણે ભારતીયો દ્વારા થતાં આ કાર્યમાં હાજર રહેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
લા હબ્રાના કાઉન્સિલર મેમ્બર જેમ્સ ગોમેઝï, પ્લેસેન્ટિયાના કાઉન્સિલ મેન અને મેયર ચેડ પી. વંકેï, વી.ઍમ. ફાર્માસીના જીગ્ïનેશ મહેતા તથા અોરેન્જ કાઉન્ટિ ખાતે જેન સેન્ટરïના પ્રમુખ ડો. જયેશ શાહે વિશેષ હાજરી આપી હતી. તેમણે રસીકરણ કાર્યક્રમ યોજવા બદલ આયોજકોને અભિનંદન આપી કોરોનાકાળમાં લોકોને સહાયરૂપ થવાની ભારતીયોની ભાવનાને બિરદાવી હતી.
રસીકરણ અભિયાનમાં જેનો મહત્વનો ફાળો રહ્ના છે ઍવા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે અમેરિકામાં વસતા ભારતીયોને કોરોનાની રસી લેવાïની ખાસ અપીલ કરી હતી. આ ઉપરાંત, ભારતમાં પણ કોરોના કહેર મચાવી રહ્ના છે ત્યારે ભારતીયો વધુ સતર્ક બને તથા ભારતમાં પણ રસીકરણ ચાલી રહ્નાં છે તેનો લાભ લેવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.
ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહે રસીકરણ શિબિરના આયોજનïમાં સહકાર આપવા બદલ અન્ય ત્રણ સંસ્થાઅોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આર્સેટિયાના જૈન મંદિર, ન્યુ લાઇફ કોમ્યુનિટી ચર્ચ તથા અન્ય સ્થળોઍ મળી કુલ ૧૦ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં કુલ ૨૧૦૦૦ લોકોને રસી આપવામાં આવી છે.