કોરોના વાયરસ માટે સ્વદેશી વેક્સીન તૈયાર કરવાની પ્રક્રિયા ભારતમાં ખૂબ તેજીથી આગળ વધી રહી છે. ભારત બાયોટેક અને ઝાયડ્સ કેડિલાની વેક્સીનનું 6 શહેરોમાં માનવ પરીક્ષણ ચાલી રહ્યું છે. શુક્રવારનાં રોજ દિલ્હી સ્થિત એઇમ્સમાં એક 30 વર્ષીય વ્યક્તિને ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘કોવેક્સીન’ નું 0.5 મિલીલીટર ઇંટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવામાં આવ્યું. તે દિલ્હીનો પ્રથમ વ્યક્તિ હતો કે જેને આ ઇન્જેક્શન આપવામાં આવ્યું.
ભારત બાયોટેક અને ઝાયડ્સ કેડિલા બંને કંપનીઓને ક્લિનિકલ ટ્રાયલનાં પ્રથમ અને બીજા ચરણની અનુમતિ આપવામાં આવી હતી અને 15 જુલાઇનાં રોજ વેક્સીનની પ્રથમ રસી કોરોના ઉમેદવારોને આપવામાં આવી. બીજી બાજુ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીનનું ટૂંક સમયમાં જ ભારતમાં પરીક્ષણ કરવામાં આવશે. યૂનાઇટેડ કિંગ્ડમની ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકાની સાથે કામ કરી રહેલી ભારતીય કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટે જણાવ્યું કે, તેઓ નિયામકની મંજૂરી મળતા જ માનવ પરીક્ષણની શરૂઆત કરી દેશે.
ભારત બાયોટેકની કોવેક્સીનને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) અને નેશનલ ઇન્ટીટ્યૂટ ઑફ વાયરોલોજી (NIV) ની સાથે મળીને તૈયાર કરવામાં આવેલ છે. આ વેક્સીનનું 12 શહેરોમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે હોસ્પિટલોમાં તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે તેમાં દિલ્હી અને પટનાનાં એઇમ્સ અને પીજીઆઇ રોહતક શામેલ છે.
ઝાયડ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીન (જાઇસીઓવી-ડી) નું હાલમાં તેનું અમદાવાદમાં આવેલ શોધ કેન્દ્રમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ તેનું અનેક શહેરોમાં પરીક્ષણ કરવામાં આવશે. હૈદરાબાદ, પટના, કાંચીપુરમ, રોહતક અને હવે દિલ્હીમાં કોવેક્સીન પરીક્ષણ શરૂ થઇ ચૂકેલ છે ત્યાર બાદ આ વેક્સીનનું પરીક્ષણ નાગપુર, ભુવનેશ્વર, બેલગામ, ગોરખપુર, કાનપુર, ગોવા અને વિશાખાપટનમમાં કરવામાં આવશે.
દિલ્હી સ્થિત એઇમ્સમાં વેક્સીન પરીક્ષણ પરિયોજનાનાં મુખ્ય તપાસકર્તા ડૉ. સંજય રાયે જણાવ્યું કે, “અમે તેની પર બે કલાક સુધી નજર રાખી. તેની પર તત્કાલ કોઇ સાઇડ-ઇફેક્ટ જોવા નથી મળી. તેઓએ જણાવ્યું કે, હાલમાં તેને ઘરે જવાની પરવાનગી આપી દેવામાં આવી અને તેની બે દિવસ બાદ ફરીથી તપાસ કરવામાં આવશે.