દેશ-દુનિયામાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને હજુ સુધી કોઈ રસી કે દવા શોધાઈ નથી. આ સ્થિતિમાં દિલ્હીની AIIMS સારા સમાચાર લઈને આવી છે. દેશમાં વિકસિત કોરોના વાયરસની રસીના પ્રથમ તબક્કાનું ટ્રાયલ દિલ્હી AIIMSમાં પણ થશે. પ્રથમ તબક્કામાં 375 લોકો પર પરીક્ષણ કરવામાં આવશે, જેમાંથી 100 લોકો પર AIIMSમાં થઈ શકે છે.
AIIMSમાં સેન્ટર ફોર કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડો. સંજય રાયે જણાવ્યું, કોવેક્સીનના માનવ પરીક્ષણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોઈ રોગ ન હોય, કોવિડ-19થી પીડિત ન હોય અને જેમની ઉંમર 18 વર્ષથી વધારે અને 55 વર્ષથી ઓછી હશે તેમને સામેલ કરાશે. કેટલાક લોકો પરીક્ષણ માટે પહેલાથી જ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. દરેક વ્યકિતના સ્વાસ્થ્યની તપાસ કર્યા બાદ સોમવારથી રસીનું પરીક્ષણ કરાશે.
કોવેક્સીન હૈદરાબાદની ભારત બાયોટેક અને ICMRએ સાથે મળીને વિકસાવી છે. જેના માનવ પરીક્ષણની મંજૂરી DGCIએ તાજેતરમાં આપી હતી. ભારતમાં આગામી વર્ષે માર્ચ સુધીમાં માનવ પરીક્ષણ પૂરું થઈ જશે.
કંપનીની તૈયારી માર્ચ સુધીમાં માનવ પરીક્ષણ પૂરું કરવાની છે. સફળતા મળ્યા બાદ 100 મિલિયન ડોઝ બનાવવામાં આવશે.