દેશમાં કોરોના સંક્રમણથી (COVID-19)બચાવવા માટે દેશમાં બનેલી વેક્સીનને બીજેપીની વેક્સીન બતાવીને ખુલ્લો વિરોધ કરનાર સમાજવાદી પાર્ટીના મુખીયા અખિલેશ યાદવે ભલે અત્યાર સુધી વેક્સીન ના લગાવી હોય પણ સોમવારે સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે (Mulayam Singh Yadav) કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. ગુડગાંવના મેદાંતા હોસ્પિટલમાં મુલાયમ સિંહ યાદવે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લગાવ્યો છે. આ પહેલા મુલાયમ સિંહ યાદવની વહુ અપર્ણા યાદવે લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ દરમિયાન દેશમાં બનેલી વેક્સીનની જોરદાર પ્રશંસા કરી હતી અને અન્ય લોકોને વેક્સીન લગાવીને કોરોનાને હરાવવાની અપીલ કરી છે.