કોરોનાની રસી મુકાવવાથી નપુંસકતા આવી જાય છે તેવી અફવાઓને રદિયો આપતાં ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)એ રવિવારે જણાવ્યું હતું કે, આ પ્રકારની અફવાઓ સંપૂર્ણ બકવાસ છે. ડીસીજીઆઇના અધિકારી વી જી સોમાણીએ પત્રકારોના સવાલના જવાબ આપતાં જણાવ્યું હતું કે, કોરોનાની રસીઓ ૧૧૦ ટકા સુરક્ષિત છે. સુરક્ષા અંગેની કોઇપણ ચિંતા હશે તો અમે કોરોનાની રસીને મંજૂરી આપીશું નહીં. કોઇપણ રસીના કારણે સામાન્ય તાવ આવવો, દુખાવો અને એલર્જી થવાં જેવી નજીવી આડઅસરો સામાન્ય બાબત છે. કોરોનાની રસી મુકાવવાથી નપુંસકતા આવી જાય છે તેવી અફવાઓ સંપૂર્ણ બકવાસ છે.