આવતીકાલ ગુજરાત સ્થાપના દિવસ એટલે કે પહેલી મેથી રાજ્યના 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ થશે. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે વેક્સીન નિર્માતા કંપનીઓ તરફથી રસીનો જથ્થો પૂરો પાડવામાં આવે તેવી શક્યતા નહિવત હોવાથી રસીકરણ અભિયાન શરૂ નહીં થઈ શકે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રજાજોગ સંદેશ આપતા જાહેરાત કરી છે કે પ્રથમ મેના રોજ ગુજરાતના સૌથી વધારે કોરોના પ્રભાવિત જિલ્લાઓમાં રસીકરણ શરૂ થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત પ્રમાણે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત અમદાવાદ, સુરત, રાજકોટ , વડોદરા, ભાવનગર, જામનગર, ભરૂચ, મહેસાણા, કચ્છ અને ગાંધીનગરમાં રસીકરણની શરૂઆત થશે. આ જિલ્લાઓમાં જે લોકોએ પહેલાથી જ રસી માટે રજિસ્ટ્રેશન કરાવી રાખ્યું છે તેમને કોઈ જ ચાર્જ વગર રસી આપવામાં આવશે. મુખ્યમંત્રીની જાહેરાત પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોને વેક્સીન આપવાની શરૂઆત થશે.