કોરોના મહામારી સામેના જંગમાં આગળ વધતાં કેન્દ્ર સરકારે શનિવારે અત્યંત મહત્ત્વના પગલાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોનાના રસીકરણનો પ્રારંભ કરાશે. પ્રથમ તબક્કામાં ૩ કરોડ આરોગ્ય કર્મચારી તથા ફ્રન્ટલાઇન વર્કર્સ અને બીજા તબક્કામાં ૨૭ કરોડ ૫૦ વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો તથા ગંભીર બીમારી ધરાવતા ૫૦ વર્ષથી નીચેની વયના લોકોને કોરોનાની રસી મૂકવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શનિવારે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના રસીકરણ અને દેશમાં કોરોના મહામારીની સ્થિતિ અંગે સમીક્ષા કરાઇ હતી. બેઠકમાં કેબિનેટ સેક્રેટરી, વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી, કેન્દ્રીય આરોગ્ય સચિવ અને સંબંધિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. સરકારે જણાવ્યું હતું કે, સ્થિતિ અને વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા અને આગામી લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ, માઘ બિહુ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને દેશમાં ૧૬મી જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.