દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ભલે નબળી પડી હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. દેશ પર હવે સંભવિત ત્રીજી લહેર નો ખતરો મંડાઈ રહ્યો છે. કોરોના સામે લડવા માટે વેક્સીન (Vaccine)ને મોટું સુરક્ષા કવચ માનવામાં આવે છે. આ જ કારણ છે કે સરકાર દેશના તમામ નાગરિકોને ઝડપથી રસી લાગી જાય તે માટે અભિયાન ચલાવી રહી છે. દરેક વ્યક્તિ સુધી કોરોના વેક્સીન પહોંચે તે માટે સરકારે રસીકરણના નિયમો વધુ સરળ બનાવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) લોકોને સુવિધા પૂરી પાડતી કોવિડ એપ (CoWIN App) અથવા વેબસાઇટ પર રજિસ્ટ્રેશનની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે. સરકારના નવા નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પોતાના નજીકના સેન્ટર પર જઈને ઑન સાઇટ રજિસ્ટ્રેશન (સ્થળ પર નોંધણી) કરાવીને રસી લઈ શકે છે.