Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોવિન પોર્ટલથી રસી મૂકાવવાના સ્લોટ કે એપોઈન્ટમેન્ટ બુક થતી હતી. જેમાં અનેકવાર સ્લોટ ખાલી મળવાની રાહ જોવી પડતી હતી. હવે સરકારે આ સ્લોટ બુકિંગને વધુ સરળ બનાવી દીધુ છે. લોકો વોટ્સએપના માધ્યમથી પણ રસીકરણ માટે સ્લોટ બુક કરી શકશે. 
વોટ્સએપના સ્વામિત્વવાળી કંપની ફેસબુકે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે મળીને લોકોને રસીકરણ સ્લોટના બુકિંગ માટેની આ સુવિધા શરૂ કરી છે. આ અંગેની જાણકારી કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી. તેમણે લખ્યું કે નાગરિક સુવિધાના એક નવા યુગનો માર્ગ પ્રશસ્ત કરતા હવે મિનિટોમાં તમે ફોન પર સરળતાથી કોવિડ-19 રસીનો સ્લોટ બુક કરો. 

આ રીતે કરો સ્લોટ બુકિંગ
1. સૌથી પહેલા તમારા મોબાઈલમાં માયજીઓવી કોરોના હેલ્પડેસ્ક નંબર 9013151515 સેવ કરી લો.
2. ત્યારબાદ સેવ કરાયેલા આ નંબર વોટ્સએપથી અંગ્રેજીમાં  Book Slot લખીને મોકલો.
3. ત્યારપથી એસએમએસ દ્વારા મળેલા 6 અંકનો ઓટીપી તેમા નાખો.
4. વોટ્સએપ ચેટ દરમિયાન જ તમારી સુવિધા મુજબ રસીકરણની ડેટ, લોકેશન, પિન કોડ અને રસીનો પ્રકાર સિલેક્ટ કરી લો. 
5. ત્યારબાદ તમારા સ્લોટને આ ચેટ દરમિયાન કન્ફર્મ કરો અને નિર્ધારિત તારીખે રસીકરણ કેન્દ્ર જઈને રસી મૂકાવી લો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ