દેશમાં શનિવારથી શરૂ કરાયેલા કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત પ્રથમ બે દિવસમાં રસીના કારણે થતી આડઅસરના કુલ ૪૪૭ કેસ સામે આવ્યાં હતાં. જેમાંથી ફક્ત ૩ વ્યક્તિને હોસ્પિલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. દિલ્હીની નોર્ધન રેલવે હોસ્પિટલમાં દાખલ કરાયેલ એક દર્દી અને દિલ્હીની એઇમ્સમાં સારવાર હેઠળ રખાયેલ એક દર્દીને ૨૪ કલાકમાં રજા આપી દેવાઇ હતી. જ્યારે ઋષિકેશ સ્થિત એક વ્યક્તિને ઓબ્ઝર્વેશન હેઠળ રખાઇ છે. રસીકરણ અભિયાનના પ્રારંભના પ્રથમ દિવસે ૯૪ જેટલા લોકોએ રસીના કારણે આડઅસરની ફરિયાદ કરી હતી. પહેલા દિવસે દિલ્હીમાં બાવન, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ૧૪-૧૪, તેલંગણામાં ૧૧ અને ઓડિશામાં ૩ કેસ સામે આવ્યા હતા. દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે શનિવારે દિલ્હીમાં ૪૩૧૯ આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાંથી બાવન વ્યક્તિઓમાં રસીની હળવી આડઅસર જોવા મળી હતી. જ્યારે એકમાં ગંભીર પ્રકારની આડઅસર જોવા મળતાં તેને એમ્સ ખાતે સારવાર માટે દાખલ કરાયો હતો. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં બે દિવસમાં ૨,૨૪,૩૦૧ લોકોને રસી આપવામાં આવી છે.