બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારમાં વ્યસ્ત સુશીલ મોદી અને દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ મારફત માહિતી આપી હતી કે તેઓ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. આ પહેલાં ભાજપના નેતાઓ રાજીવપ્રતાપ રૂડી અને શાહનવાઝ હુસૈન કોરોનાની ઝપટમાં આવ્યા હતાં. એક સાથે ચાર મહારથી નેતાએ કોરોનાથી સંક્રમિત થતાં ભાજપના ચૂંટણી પ્રચારને મોટ ફટકો પડે તેવી સંભાવના છે. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે અગ્રણી નેતાઓ કોરોના પોઝિટિવ જાહેર થયા તે અગાઉ સક્રિય ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા અને અહેવાલો અનુસાર નેતાઓની પ્રચાર સભાઓ દરમિયાન કોરોના પ્રોટોકોલ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું બરાબર પાલન કરવામાં આવ્યું ન હતું.