ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટી ગયો છે અને કોરોનાના દૈનિક કેસ તથા મૃત્યુના આંકડામાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. પરિણામે રાજ્યોએ લૉકડાઉન અને નિયંત્રણો હળવા કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, કોરોનાના ઘટતા કેસને પગલે લોકોએ બેદરકારી દાખવવી જોઈએ નહીં. કારણ કે નિષ્ણાતોએ નજીકના સમયમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે કોરોના મહામારી હજી આપણી વચ્ચે જ છે. આપણે વધુ સાવધાની રાખવાની જરૂર છે.
સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમે એક સરવેમાં દેશમાં ઑક્ટોબર સુધીમાં એટલે કે તહેવારોના સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આ લહેર ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીમાં વધુ નિયંત્રિત હશે, પરંતુ આ ત્રીજી લહેરના કારણે દેશમાં કોરોના સંક્રમણ વધુ એક વર્ષ સુધી રહી શકે છે.