બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે આરોગ્ય મંત્રાલયે શનિવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ની જાહેરાત કરી હતી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ૮થી ૩૦ જાન્યુઆરી વચ્ચે બ્રિટનથી ભારત આવનારા તમામ પ્રવાસીઓએ સ્વખર્ચે કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવાનો રહેશે. તે ઉપરાંત પ્રવાસના ૭૨ કલાક પહેલાં કરાવાયેલા કોરોના નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે. તમામ એરલાઇન્સે પ્રવાસીને વિમાનમાં બેસતાં પહેલાં તેની પાસે કોરોના નેગેટિવ ટેસ્ટ છે કે કેમ તે સુનિશ્ચિત કરવાનું રહેશે. દરેક એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે.